દેશમાં પેટ્રોલના ભાવ આસમાને આંબી રહેલા નીચે લાવવા માટે કેન્દ્ર સરકાર કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં લોકોને રાહત મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને ભાવ ઘટાડો કરવો જોઇએ.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી રહી છે. સરકાર સાઉદી અરબ થી માંડીને રશિયા નો સંપર્ક સાધી રહી છે. તેમને કહ્યું કે આગામી ત્રણ મહિના સુધી ગ્લોબલ ઓઇલના ભાવ બેરલદીઠ 70 ડોલર રહેવા જોઈએ.
જોકે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઇ પ્લાન નથી પરંતુ આગામી સમયમાં ગમે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5-10 રૂપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે.
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ ટ્વિટ કરીને કેટલાક આંકડાઓ આપ્યા હતા જેમાં તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ટેક્સના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!