કપાસમાં ભુક્કા બોલાવતી તેજી..! સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ, જલ્દીથી જાણો કપાસનો તાજો ભાવ…

મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આજરોજ 29 ફેબ્રુઆરીના રોજ અમરેલીની સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8510 રૂપિયા

જ્યારે સરેરાશ ભાવ 8005 અને ન્યૂનતમ ભાવ 7500 જોવા મળ્યો હતો. અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો

પાટણની સિદ્ધપુર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7955 જ્યારે સરેરાશ 7405 અને ન્યૂનતમ 6855 રૂપિયા જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8040 જ્યારે સરેરાશ ભાવ 7495 અને ન્યૂનતમ ભાવ 6955 રૂપિયા હતો. જ્યારે મહેસાણાની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 8160 અને સરેરાશ ભાવ 6830

અને ન્યૂનતમ ભાવ 5500 રૂપિયા હતો. રાજકોટની જસદણ માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8150 જ્યારે સરેરાશ 7750 જ્યારે ન્યૂનતમ 7000 રૂપિયા જોવા મળ્યો હતો.મોરબી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો

મહત્તમ ભાવ 8255 જ્યારે સરેરાશ ભાવ 7380 અને ન્યૂનતમ ભાવ 6505 રૂપિયા જોવા મળ્યો હતો. આ જ રીતે ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6200 મહત્તમ સરેરાશ 6000 અને ન્યૂનતમ 5800 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*