લીંબુના ભાવે ભુક્કા કાઢી નાખ્યા : 1 કિલો લીંબુનો ભાવ પહોંચ્યો આટલા રૂપિયા, હજુ પણ ભાવ વધી શકે તેવી શક્યતા…

Published on: 3:40 pm, Mon, 11 April 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, રાંધણ ગેસ અને શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે લીંબુના ભાવ જાણીને તમારી પણ આંખો પહોળી થઈ જશે. બજારમાં એક લીંબુની કિંમત 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા થઈ ગઈ છે.

1 કિલો લીંબુ ની વાત કરીએ તો એક કિલો લીંબુનો ભાવ બજારમાં 300 રૂપિયાથી લઈને 400 રૂપિયા ચાલી રહ્યો છે. એક મહિના પહેલા એક કિલો લીંબુનો ભાવ 70-80 રૂપિયા ચાલી રહ્યો હતો. ત્યારે હાલમાં લીંબુના ભાવમાં છ ગણો વધારો થઇ ગયો છે.

હજુ પણ આગામી દિવસોમાં લીંબુના ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું. આ કારણોસર બજારમાં લીંબુની ભારે અછત જોવા મળી છે અને સામે લીંબુની માગ વધારે છે.

તેથી લીંબુના ભાવ માં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો 100 થી 200 રૂપિયા પ્રતિ કિલો હોલસેલના ભાવે લીંબુ વેપારીઓને વેચે છે. આ લીંબુ સેમી હોલસેલના વેપારી ઓને 140 થી 160 રૂપિયામાં મળે છે.

બીજી બજારોના મોટા વેપારીઓ સુધી પહોંચતા પહોંચતા લીંબુની કિંમત 180 થી 200 રૂપિયા કિલો સુધી પહોંચી જાય છે. ત્યાંથી નાની દુકાન અને શાકભાજી વેચનાર લોકો પાસે લીંબુ 200 થી 250 રૂપિયામાં મળે છે. અને ત્યાંથી સામાન્ય જનતા સુધી લીંબુ પહોંચે તે પહેલા તેનો ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો થઇ જાય છે.

આવનારા દિવસોમાં હજુ પણ લીંબુ ની કિંમત વધી શકે તેવી શક્યતાઓ છે. હવે જ્યારે વરસાદ પડશે ત્યારબાદ લીંબુની આવક શરૂ થશે અને લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળશે. ત્યાં સુધી લીંબુના ભાવમાં વધારો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લીંબુના ભાવે ભુક્કા કાઢી નાખ્યા : 1 કિલો લીંબુનો ભાવ પહોંચ્યો આટલા રૂપિયા, હજુ પણ ભાવ વધી શકે તેવી શક્યતા…"

Leave a comment

Your email address will not be published.


*