પિતરાઈ ભાઈઓ સાથે બે સગી બહેનો ઝૂંપડીમાં રમી રહી હતી, ત્યારે અચાનક ઝૂંપડીમાં આગ લાગતા બંને સગી બહેનો જીવતી બળી ગઈ…

Published on: 3:10 pm, Mon, 11 April 22

હાલમાં બનેલી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પિતરાઈ ભાઈ સાથે રમી રહેલી બે માસૂમ બાળકીઓ જીવતી સળગી ગઈ છે. આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ થયા છે. બંને બાળકી પોતાના પિતરાઈ ભાઈ સાથે ઝૂંપડીમાં રમતી ત્યારે અચાનક ઝૂંપડીમાં આગ લાગી ઉઠી હતી.

ત્યારે પિતાએ પોતાનો જીવ બચાવવા ભાગી ગયો અને બંને માસુમ બાળકીઓ ઝૂંપડીની અંદર ફસાઈ ગઈ. મળતી માહિતી અનુસાર આ ઘટના શિવપુરી જિલ્લામાં બની છે. ક્રિપાલસિંહ જણાવ્યું કે, તેમની ઝુંપડી ઘરની નજીક બનાવેલી છે. આ ઝૂંપડી વધારાનો સામાન અને લાકડા રાખવા માટે બનાવવામાં આવી હતી.

રવિવારે સવારે બધા કામ પર ગયા હતા ત્યારે ક્રિપાલસિંહની પત્ની ઘરે કામ કરતી હતી. આ દરમિયાન 4 વર્ષીય પુત્રી શિવાંશી અને 2 વર્ષીય પુત્રી નીવ્યા પોતાના પોતાના પિતરાઈ ભાઈઓ સાથે ઘરની નજીક ઝૂંપડીની બહાર રમતા હતા. ત્યારે અચાનક જોર જોરથી ચીસોનો અવાજ સંભળાવા લાગ્યો.

અવાજ સાંભળીને ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઝુંપડીમાં લાગેલી આગને ઓલવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો બન્ને દીકરીઓના મૃત્યુ થયા હતા.

આ કયા કારણોસર લાગી તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર પિતરાઈ ભાઈ અને બંને દીકરીઓ રમતા રમતા ઝૂંપડીમાં ગયા હતા ત્યારે અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ પિતરાઇ ભાઇઓ ઝૂંપડીમાંથી બહાર દોડી આવ્યા હતા.

જેના કારણે બંનેનો જીવ બચી ગયો હતો. પરંતુ બંને માસુમ બાળકીઓ બહાર આવી શકી નહી અને આગની ચપેટમાં આવી ગઈ. આ ઘટના બનતા જ ગામમાં માતમ છવાઇ ગયો હતો. દીકરીઓની માતા રડી-રડીને અડધી થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતરાઈ ભાઈઓ સાથે બે સગી બહેનો ઝૂંપડીમાં રમી રહી હતી, ત્યારે અચાનક ઝૂંપડીમાં આગ લાગતા બંને સગી બહેનો જીવતી બળી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*