દેશની જનતાના ખીચા થઈ રહ્યા છે ખાલી, આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો…

Published on: 2:26 pm, Wed, 9 June 21

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જગ્યાએ સતત દિવસેને દિવસે વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે જનતાના ખીચા ખાલી થઈ ગયા છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 24 પૈસાનો વધારો થયો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો થયો.

આજે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 92.59 રૂપિયાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 93.19 પૈસા પહોંચી ગયો છે.

છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે આ ઉપરાંત મુંબઇ જેવા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. આ ઉપરાંત મુંબઇ ડીઝલની પ્રતિ લીટરનો ભાવ 93.77 રૂપિયાએ પહોંચી ગયો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અપડેટ સવારે છ વાગે થાય છે. પેટ્રોલ ડીઝલનો ભાવ જાણવા માટે એક એસ.એમ.એસ કરવાથી તમે પેટ્રોલ ડીઝલનો ભાવ જાણી શકો છો.

ઇન્ડિયન ઓઇલ ના કસ્ટમર RSP લખીને 92231122222 નંબર પર એસએમએસ મોકલવાથી તમને પેટ્રોલ-ડીઝલના કિંમત જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!+

Be the first to comment on "દેશની જનતાના ખીચા થઈ રહ્યા છે ખાલી, આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો…"

Leave a comment

Your email address will not be published.


*