ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ ને લઈને મહત્વના સમાચાર, આ નેતાનું નામ નક્કી આવતી કાલે થઇ શકે છે જાહેરાત.

134

ગુજરાતમાં કોંગ્રેસમાં હાલમાં નવા પ્રદેશ પ્રમુખ ને લઈને ઘણા બધા નામની જાહેરાત થઇ રહી છે અને ટૂંક સમયમાં તેના બહાર પડી શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી હાલમાં જ દિલ્હી છે.

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે અર્જુન મોઢવાડિયાને ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ બનાવી શકે તેવી શક્યતા છે. ગુજરાતના છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતા માટે કોંગ્રેસ પક્ષમાં ચર્ચાઓ થઈ રહી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ત્યારબાદ કેટલા સમય સુધી આ પદ પર કોઈ નિમણૂક કરવામાં આવી નથી. આ ઉપરાંત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ના નિધનના કારણે પણ કોંગ્રેસને મોટા ફટકા પડ્યા છે.

અને આ તમામ કારણોને કારણે કોંગ્રેસ પાર્ટી ખૂબ જ નીચે પડી ગઈ છે હાલમાં કોંગ્રેસ પક્ષમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા આ બંનેને દાવેદાર મનાય છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખની દોડાદોડીમાં ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ  અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!