સુરતના પાટીદાર પરિવારે માનવતા મહેકાવી..! વિનોદભાઈના અંગદાનથી 7 લોકોને મળ્યું નવું જીવન… માત્ર 110 મિનિટમાં 293 કિલોમીટરનું અંતર…

Published on: 3:12 pm, Sun, 12 March 23

અંગદાન એ મહાદાન ગણવામાં આવે છે, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1081 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 452 કિડની, 193 લીવર, 8 પેન્ક્રીઆસ, 44 હૃદય, 28 ફેફસા, ચાર હાથ અને 352 ચક્ષુઓના દાનથી કુલ 993 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાતાને આખરી સલામ આપવામાં આવી હતી.

ત્યારે હવે સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, વિનોદભાઈ એ માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી. નવ માર્ચના રોજ સવારે 5:30 કલાકે તેઓ બેભાન થઈ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફિઝિશિયન ડોક્ટર ગૌરાંગ ઘીવાળા ની સારવાર હેઠળ દાખલ કર્યા. જ્યારે દવાખાનામાં નિદાન માટે સીટી સ્કેન કરાવ્યું તો બ્રેનહેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું.

પરિવારે ભારે હૈયે અંગદાનનો નિર્ણય કર્યો હતો.

જ્યાં ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા, વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઇનડેડ છે અને તેમને બચાવવાની કોઈ શક્યતા નથી. ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો.

પરિવાર સહિત તંત્રએ અંગદાનમાં પૂરતો સપોર્ટ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ઈન્ટેન્ટસીવીસ્ટ ડોક્ટર પ્રેક્ષા ગોયલ અને ન્યુરોફિઝિશિયન ડોક્ટર ગૌરાંગ ઘીવાળાએ ડોનેટ લાઈફ ના સ્થાપક નિલેશ માંડલેવાલા નો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. વિનોદભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી, ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાન નું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી અને ત્યારબાદ પરિવાર પણ અંગદાન કરવા રાજી થયો હતો.

ગ્રીન કોરીડોરથી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલ ને, ફેફસા સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ને, લીવર સુરતની કિરણ હોસ્પિટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRC ને ફાળવવામાં આવી.

આ દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 90 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, તેથી લોકો પોલીસનો પણ ખૂબ આભાર માને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના પાટીદાર પરિવારે માનવતા મહેકાવી..! વિનોદભાઈના અંગદાનથી 7 લોકોને મળ્યું નવું જીવન… માત્ર 110 મિનિટમાં 293 કિલોમીટરનું અંતર…"

Leave a comment

Your email address will not be published.


*