પાટીદાર પરિવારે માતમમા પણ માનવતા ખીલવી..! 46 વર્ષીય કિરણ કુમારના અંગદાન થી પાંચ લોકોને મળશે નવું જીવન…

Published on: 5:03 pm, Tue, 16 April 24

ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત શહેર હોય દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યુ છે. લેવા પટેલ સમાજના 46 વર્ષીય કિરણકુમાર રમેશભાઈ વેકરીયા ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કિરણકુમારના લીવર કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને

નવું જીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.11 એપ્રિલના રોજ કિરણકુમાર વરાછા સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં ટિફિન લેવા ગયા હતા અને ટિફિન લઈને પોતાના ઘરે પાસોદરા પાટિયા જતા હતા ત્યારે લસકાણા રેલવે બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે

ટક્કર મારતા તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ઇજાઓ થવાથી તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની જાણીતી વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

જ્યાં નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન એમણે જ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું અને 14 એપ્રિલના રોજ તે બ્રેઈનડેડ જાહેર થયા.પરિવારજનો એ કિરણ કુમારની અંદાની ઈચ્છા વ્યક્ત કરી

અને ત્યારબાદ ડોનેટ લાઈટની ટીમ હોસ્પિટલ પહોંચી અને અન્ય સભ્યોને અંગદાન નું મહત્વ અને તેની પ્રક્રિયા સમજાવી. આ માનવતાના મહાયજ્ઞમાં હંમેશા સુરત આગળ આવે છે અને આ ફરી એકવાર આગળ આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પાટીદાર પરિવારે માતમમા પણ માનવતા ખીલવી..! 46 વર્ષીય કિરણ કુમારના અંગદાન થી પાંચ લોકોને મળશે નવું જીવન…"

Leave a comment

Your email address will not be published.


*