તહેવાર ની પહેલા નગરપાલિકાઓને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો આ આદેશ

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નળ સે જલ-હાલ પર ચલના લક્ષ્યાંક ને સિદ્ધ કરવા રાજ્યના લોકોને પીવા માટે 100 ટકા સરફેસ વોટર મળતું થાય તેવા ઉદ્દેશ સાથે આગામી છ મહિના રાજ્યની તમામ નગરપાલિકાઓ દરેક ઘરોમાં 100 ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરવાનું આવવાનું કહ્યું છે.મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે આજ રોજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના અનુદાન માંથી ફાળવવામાં આવેલા ₹105 કરોડના ખર્ચે કુલ 23 નગરપાલિકાઓના વિવિધ વિકાસકામોનું ઇલોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિજય રૂપાણીએ 23 નગરપાલિકાઓના વિકાસ ના કામોના ઇ લોકાપર્ણ પ્રસંગે કહ્યું કે, કોરોના મહામારીમાં પણ ગુજરાત વિકાસ કામો અટકવા દીધા નથી. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા પ્રજાલક્ષી વિકાસકામો નાણાના અભાવે અટકવા જોઇએ નહીં.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિન અધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો ₹500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવી નહીં તો આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા ₹5000 નો દંડ કરીને નળજોડાણ કાપી નાખવામાં આવશે.

આધુનિકટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નગરપાલિકા દ્વારા પોતાની તમામ સેવાઓમાં વધુ પારદર્શિતા ઝડપ અને સરળીકરણ આવે તે માટે ઓનલાઇન ની વ્યવસ્થા ઉભી કરે તો મૂકવાનું મુખ્યમંત્રી આ પ્રસંગે અનુરોધ કર્યો છે.મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના કમિશનર રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના વિવિધતાનો ઉપરથી સાંસદ પરબત પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો, કલેક્ટરો, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ, અધિકારી ઓનલાઇન ના માધ્યમથી જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*