ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 9 અને 11 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના વિવિધ ભાગોમાં શિયાળાને લઇને હજુ પણ આગામી 15 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં હજુ પણ થોડા દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે અને જેમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરના સમય દરમિયાન અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!