ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ટિકિટ આપવા અને ઉમેદવારો ટિકિટ મેળવવા માટે જોરદાર જંગ જામ્યો છે. કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં જીતની આશા દેખાય છે તેથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આ દરમિયાન મંગળવારના રોજ કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી અને જેમાં દરેક બેઠક માટે બે બે નામો નક્કી કરવામાં આવ્યા હતા. ચાલો આપણે જાણીએ કઈ બેઠક પર કોનું છે નામ.
ડાંગ :
સૂર્યકાંત ગામીત
ચંદર ભાઈ ગામીત
ધારી :
જેનીબેન ઠુંમર
સુરેશભાઈ કોટડીયા
કપરાડા :
બાબુભાઈ વઠા
હરેશભાઇ પટેલ
ગઢડા :
મોહનભાઈ સોલંકી
ભાનજીભાઈ સોસા
અબડાસા :
રાજેશભાઈ આહિર
શાંતિલાલ સંઘાણી
લીમડી :
ચેતનભાઇ ખાચર
ભગીરથ સિંહ રાણા
મોરબી :
જયંતિલાલ પટેલ
કિશોરભાઈ ચીખલિયા
કરજણ :
કિરીટ સિંહ જાડેજા
ધર્મેશભાઈ પટેલ
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે અને 16 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.17 ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્રો ચકાસણી કરવામાં આવશે અને 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે.
3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ પરિણામ આવી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!