વાલીઓ માટે આવ્યા આનંદ ના સમાચાર, રાજ્ય સરકારે ફિ રાહત મામલે કર્યું આ કાર્ય

225

રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર સ્કૂલોએ ફી મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,આ પરિપત્ર માં 25 ટકા ફી માફી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જાહેર કરાયેલા પરિપત્ર માં સંચાલકોની શરતોનો તમામ છેદ ઉડયો છે. અગાઉ ખાનગી સ્કૂલોના સંચાલકોએ શરત મૂકી હતી કે 31 ઓક્ટોબર સુધીમાં જે પણ વાલી ફી ભરસે નહીં તેમણે 25 ટકા ફી માફીની રાહત મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે સરકારના પરિપત્ર માં ચોક્કસપણે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટ્યુશન ફી માં 75 ટકા આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ 2020-21 ની ફી દર મહિને અથવા એક વર્ષમાં ગમે તે તારીખે ભરી શકશે.જો કવાલી ની આર્થિક સ્થિતિ નબળી હોય અને ફી ભરવા માટે યોગ્ય સમય મળતો હોય તો તેમને કારણ દર્શાવતી અરજી દાખલ કરવાની રહેશે.

આ મામલે સ્કૂલ કોઈપણ રિચાર્જ વસૂલી શકશે નહીં અથવા કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી શકશે નહીં.

સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વાલીઓ અનુકૂળતા મુજબ ફી ભરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!