ભારતમાં કોરોનાવાયરસ ના કેસો સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણ ના 26 હજાર નવા કેસો આવ્યા તથા 252 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.એમ્સ ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા ના જણાવ્યા મુજબ કોરોનાવાયરસ હવે મહામારી રહ્યો નથી.
જો તેમને સાવધન કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસીદ મળી જાય ત્યાં સુધી સાવધાન રહેવાની જરૂર છે.તેમને કહ્યું કે ભારતમાં નોંધાયેલા આંકડા હવે 25 હજાર થી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થઇ જશે.
કોરોના સંપૂર્ણ રીતે પૂર્ણ થશે નહિ પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેકસીનેશન થઇ રહ્યું છે તેને જોતા હવે કોરોના મહામારીનું સ્વરૂપ મોટાપાયે ફેલાવવુ મુશ્કેલ છે.તેમણે વધુમાં કહ્યું કે કોરોનાવાયરસ જલ્દી સામાન્ય ફ્લુ એટલે કે ઉધરસ, શરદી જેવો થઈ જશે
કારણ કે લોકોમાં આ વાયરસ વિરૂદ્ધની ઇમ્યુંનીટી તૈયાર થઈ ગઈ છે પરંતુ બીમાર અને નબળી ઇમ્યુંનીટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ બની રહેશે.આ પરથી કહી શકાય કે કોરોના ની ત્રીજી લહેર આવવાના ખૂબ જ ઓછા ચાન્સ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!