કોરોના ની કહેર વચ્ચે આપણા ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો શું છે આનંદના સમાચાર?

Published on: 3:53 pm, Mon, 12 October 20

ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વધતા જતા કોરોના ના દૈનિક કેસો 1400 ને પાર થયા પછી ફરીથી દૈનિક કેસોમાં ઘટાડવાનું શરૂ થયું છે અને ધીમે ધીમે દૈનિક કેસો ફરીથી ઘટી રહ્યા છે. આની સાથે સાથે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર પણ સતત વધી રહ્યો છે. ગઈકાલ રોજ રાજ્યમાં 1181 કેસો નોંધાયા હતા જેની સામે 1413 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર 87.28 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 1,32,310 લોકોએ કોરોના ને મહાત આપી દીધી છે.

આ સાથે ગુજરાતના અત્યાર સુધીમાં કુલ 1,51,596 કેસ નોંધાયા છે. તેમજ હાલ 15,717 એક્ટિવ કેસો છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,92,942 વ્યક્તિઓને કવોરેનટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,92,540 વ્યક્તિ હોમ કવોરેનટાઈન છે અને 402 વ્યક્તિઓને ફેસેલીટી કવોરેનટાઈન કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 1 કરોડ 18 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં હાલ ટેસ્ટ પોઝિટિવ રેશિયો 3 ટકા છે. એટલે કે પ્રત્યેક સો ટેસ્ટમાં ત્રણ વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવ રેશીયો ધરાવતા રાજ્યમાં ગુજરાત સાતમા સ્થાને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે આપણા ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો શું છે આનંદના સમાચાર?"

Leave a comment

Your email address will not be published.


*