આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી આઠ બેઠક પર યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ધમધોકાર તૈયારી કરી રહ્યા છે. ભાજપ દ્વારા પોતાના ઉમેદવારને લઇને 7 બેઠકો માટેના ઉમેદવાર જાહેર કરી દીધા છે.હજુ સુધી લીમડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે લીમડી બેઠક પર ઉમેદવારી જાહેર ને લઈને આપણી સમક્ષ મોટા સમાચાર સામે આવ્યા છે.ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ લીમડી બેઠકની જાહેરાત સંદર્ભે મોટું નિવેદન આપ્યું છે.
એકાદદિવસમાં લીમડી બેઠકના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવશે અને પેટા ચૂંટણીના પ્રચારમાં ગુજરાતમાં મોટા નેતાઓ પણ જોડાશે.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખનો ચૂંટણીપ્રચારનો કાર્યક્રમ બની રહ્યો હોવાનું ભાજપ અઘ્યક્ષ ગોરધન ઝડફિયાએ દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાજપે પોતાના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, ધારી બેઠક પર જે.વી. કાકડીયા, મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા.
અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડા થી આત્મારામ પરમાર, કરજણ થી અક્ષય પટેલ, કપરાડા થી જીતુ ચૌધરી આ વખતે ચૂંટણી લડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!