ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, જાણો વિગતવાર

Published on: 12:15 pm, Mon, 12 October 20

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર અને આનંદના સમાચાર ગણી શકાય એ છે કે,રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત ડાંગર,મકાઇ અને બાજરી ની ખરીદી આગામી તા.16 થી તા.31/12/2020 દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57,જેટલા ગોડાઉન કેન્દ્રો ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવનાર છે.ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર 1868 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ 1888 પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ.

1850 પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે 2150 પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઇન નોંધણી સંબંધિત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ તાલુકા ગોડાઉન ખાતે તા.1/10/2020 થી શરૂ થશે જે તા.20/10/2020 સુધી ચાલુ રહેશે.તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતો ને જાણ કરવામાં આવી છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડની નકલ અને આધારકાર્ડ નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો.અધ્યતન 7-12 ની નકલ, ફોર્મનંબર 12 માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકો આવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથે નો દાખલો.ખેડૂતના નામે આઇ.એફ.એસ.સી કોડ સહિતની બેન્ક એકાઉન્ટ ની વિગતો માટે બેંક પાસબુકની નકલ.

અથવા કેંસલ ચેક ની નકલ સાથે લાવવાની રહેશે.સુરત જિલ્લામાં ટેકાના ભાવે વેચાણ કરવા એકતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવા માટે સુરત જિલ્લાના બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા ખાતેના.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ તમામ ખરીદી સરકારના.

નાગરિક પુરવઠા અને ગ્રા.બા વિભાગની સુચના મુજબ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!