કોળી સમાજ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો..! યુવા ઉપપ્રમુખ વિપુલ પરમારનું કાર અકસ્માતમાં દુઃખદ નિધન…’ઓમ શાંતિ’

Published on: 3:03 pm, Mon, 6 March 23

ગુજરાત સહિત છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઘણી એવી અકસ્માતની ઘટનામાં એક જણાની નાની એવી ભૂલના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે ગુજરાતમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ ધ્રુજાવી દેતા અકસ્માતની ઘટનામાં રાજકોટના એક ભાજપ અગ્રણી નેતાના પુત્રનું દુઃખદ નિધન થયું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર લીબડી નજીક બની હતી. વિપુલ પરમાર નામના યુવા ઉપપ્રમુખે આ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

વિપુલ પરમાર પોતાના મિત્રો સાથે અમદાવાદથી કાર લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ હાઈવે રોડ ઉપર તેમની કાર રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા નાળામાં ખાબકી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ગંભીર અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી. અકસ્માતની ઘટનામાં રાજકોટના સંત કબીર રોડ ઉપરના નંદુબાગ સોસાયટીમાં રહેતા રમેશભાઈના 31 વર્ષના દીકરા વિમલનું દુઃખદ નિધન થયું છે. અકસ્માતની ઘટનામાં વિપુલનો મિત્ર જીગ્નેશ યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી ગયો એટલે તેનો જીવ બચી ગયો હતો.

જ્યારે ઘટનામાં વિપુલ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જાણવા મળી રહ્યું છે કે કાર ખરીદવાની હોવાના કારણે વિપુલ પોતાના મિત્ર સાથે અમદાવાદ ગયો હશે. પરંતુ તેમને ક્યાં ખબર હશે કે તેમને રસ્તામાં કાળ ભરખી જશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોળી સમાજ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો..! યુવા ઉપપ્રમુખ વિપુલ પરમારનું કાર અકસ્માતમાં દુઃખદ નિધન…’ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*