ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ આ વિડીયો જોઈ લેજો..! રસ્તાની વચ્ચોવચ વૃદ્ધ મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે…

Published on: 3:38 pm, Mon, 6 March 23

દેશભરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહે છે. તમે આવી ઘટનાના ઘણા વાયરલ વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતી વૃદ્ધ મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટનામાં એક બાઈક સવાર યુવકે શાંતિથી ચાલીને જતી મહિલાના ગળા માંથી ચેન આચકવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ આ દરમિયાન બાઇક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે. જેના કારણે તે ઘટના સ્થળે જ બાઈક સાથે નીચે પડી ગયો હતો. ત્યાર પછી તો તે બાઈક ઉપાડીને ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં એક વ્યક્તિ દોડીને બાઇક ચાલક યુવકની બાઇક પકડી લે છે. ત્યાર પછી બાઈક ચાલક ઘટના સ્થળે જ પોતાની બાકી મૂકીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. રવિવારના રોજ બપોરના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર 65 વર્ષની વૃદ્ધ મહિલા બજારમાંથી કંઈક સામાન્ય લઈને પોતાના ઘર તરફ જઈ રહી હતી.

આ દરમિયાન ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલક યુવક મહિલાના ગળામાંથી સોનાનો ચેન તોડવાનો પ્રયાસ કરે છે. ચેન તોડવા માટે જ્યારે બાઈક ચાલક યુવક આંચકો મારે છે ત્યારે મહિલા જમીન પર પડી ગઈ હતી. આ કારણોસર બાઈક પર સવાર યુવક પણ મહિલા સાથે જમીન પર પડ્યો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર એક વ્યક્તિ દોડીને બાઈક સવાર યુવકને પકડવાનો પ્રયાસ કરે છે.

પરંતુ તે પહેલા યુવક પોતાની બાઇક ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાઈક અને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં વૃદ્ધ મહિલાના ગળાના ભાગે અને બંને હાથના ભાગે ઇજા પહોંચી છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ ના આધારે ચોર ને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. દરેક મહિલાઓ માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓ આ વિડીયો જોઈ લેજો..! રસ્તાની વચ્ચોવચ વૃદ્ધ મહિલા સાથે કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*