માતાએ દીકરીને જન્મ આપીને તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી, પછી થયો કંઈક એવો ચમત્કાર કે…જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના…

Published on: 7:32 pm, Mon, 21 November 22

મિત્રો જમાનો ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને હવે દીકરીઓને પણ દીકરાની જેમ સન્માન મળવા લાગ્યું છે. દીકરીઓ આજે ખૂબ જ આગળ વધી ગઈ છે. પરંતુ હજુ પણ એવા લોકો છે જેઓ દીકરીઓનો જન્મ થયા બાદ ખૂબ જ નાખુશ થઈ જાય છે અને તેને અપનાવતા નથી. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં રોડ ઉપરથી, કચરાપેટીના ડબ્બામાંથી અથવા તો અન્ય જગ્યાએથી માસુમ જન્મેલી દીકરીઓ મળી આવતી હોય છે.

ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં દીકરીના જન્મ બાદ માતાએ તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જ્યારે દીકરી પેટમાં હતી ત્યારે માતાએ ગર્ભપાત કરવાની દવા લીધી હતી. પરંતુ ગર્ભપાત થયું ન હતું. જ્યારે માતાનો સાતમો મહિનો ચાલતો હતો ત્યારે બાળકીનો જન્મ થઈ ગયો હતો. ત્યારે માતાએ તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી.

માતાને એમ થયું કે બાળકીનો જીવ ચાલ્યો ગયો હશે. પરંતુ બાળકીના નસીબ અને ભગવાનની દયાથી માતાનો જીવ લેવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને બાળકીનો જીવ બચી ગયો. આજે બાળકી ચાર મહિનાની છે અને તે સ્વસ્થ છે. હાલમાં બાળકીની સંભાળ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી રહી છે. આ હચમચાવી દેનારી ઘટના ચિત્તોડગઢની છે. અહીં એક નર્સિંગમાં અભ્યાસ કરતી મહિલા તેની બાળકીના કારણે સરખો અભ્યાસ કરી શકતી ન હતી.

આગળ સરખો અભ્યાસ કરી શકે તે માટે મહિલાએ પોતાની દીકરીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. હાલમાં પોલીસે બાવીસ વર્ષે આરોપી માતા સીમાની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરે તો 26 જુલાઈના રોજ ગાંધીનગરમાં મેડિકલ શોપ ચલાવતા મોહમ્મદ નામના વ્યક્તિએ ભ્રૂણ મળી આવ્યો છે તેવી માહિતી પોલીસને આપી હતી. મળતી માહિતી અનુસાર 26 જુલાઈના રોજ સવારથી જ દુકાન પાસે દુકાનના માલિકને સતત રડવાનો અવાજો આવતો હતો.

પહેલા તો તેને ધ્યાન ન આપ્યું પરંતુ ઘણા સમય સુધી રડવાનો અવાજ આવ્યો. તેથી તે ધાબા ઉપર ગયો હતો. ત્યારે ધાબા ઉપર પડેલા ભંગારમાં એક માસુમ બાળકી અડધી મળી આવી હતી. ત્યારબાદ દુકાનદાર બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઉપરથી પડી જવાના કારણે દીકરીને ઈજા પહોંચી હતી અને રાતભર વરસાદ પડવાના કારણે તે સંકોચાઈ ગઈ હતી. ત્યારબાદ ડોક્ટરે તેની સારવાર શરૂ કરીએ તેને બાળકી હજુ પણ જીવતી છે.

પોલીસે જણાવ્યું કે, જ્યાંથી બાળકી મળી આવી ત્યાં પાછળ એક હોસ્ટેલ ચાલે છે. આ હોસ્ટેલ ની અંદર નર્સિંગની મહિલાઓ રહે છે. ઓસ્ટ્રેલિયા ની મુલાકાત લીધા બાદ પોલીસે નર્સિંગ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. આ દરમિયાન એક મહિલા ખૂબ જ ડરેલી અને નર્વસ દેખાતી હતી. પરંતુ તે મહિલાએ ગર્ભવતી હોવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે શંકાના આધારે તે મહિલાના ડીએનએ સેમ્પલ લીધા હતા.

ડીએનએ સેમ્પલ લેતી વખતે પોલીસે બાકીની મહિલાઓને પણ તેની સાથે ઉભી રાખી હતી. તેથી મહિલાને શક ન જાય. ચાર મહિના બાદ હવે ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થયો છે. પોલીસને જય મહિલાઓ ઉપર હતી તે મહિલાના અને બાળકીના ડીએનએ એક જ હતા. ત્યારબાદ પોલીસે મહિલાની ધરપકડ કરીને તેની કડક ઉચ્ચપ્રદ કરી હતી ત્યારે તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

મળતી માહિતી અનુસાર આરોપી મહિલાના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેનો પતિ સુરતમાં મજૂરી કામ કરતો હતો અને તે તેની સાથે રહેતી હતી. થોડાક મહિના પહેલા તે નર્સિંગ નો અભ્યાસ કરવા માટે ચિત્તોડગઢ આવી હતી. જિલ્લા હોસ્પિટલમાં નર્સિંગ કરતી વખતે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેને બાળક જોઈતું ન હતું તેથી તેને સાત મહિનામાં ગર્ભપાતની દવા લીધી હતી. ત્યારબાદ બાળકીના ભ્રુણને ત્રીજા માળની હોસ્ટેલની છત પરથી નીચે ફેંકી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ દીકરીને જન્મ આપીને તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી, પછી થયો કંઈક એવો ચમત્કાર કે…જાણો કાળજુ કંપાવી દેનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*