ઘરમાં સૂતેલા માં અને દીકરાનું ઊંઘમાં જીવ લઈ લેવામાં આવ્યું, બંનેના મૃતદેહની એવી હાલત કરી નાખી હતી કે…પોલીસ પણ ગોથા ખાઈ ગઈ..!

Published on: 1:07 pm, Sat, 24 September 22

દેશમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ઘટના સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આ ઘટનામાં ગુરૂવારના રોજ રાત્રે ઘરમાં સૂતેલા માતા અને દીકરાનો ઊંઘમાં જ જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બંને ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. આ કારણસર બંનેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.

આ ઘટના ગુરૂવારના રોજ રાત્રે પ્રતાપગઢ જિલ્લાના મુખ્યાલયના અરનોદ સબ ડિવિઝનના સલમાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોકલી પીપલી ગામ પંચાયતના અંધેરીયા બદલા ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર માતા અને દીકરાનો જીવ લીધા બાદ આરોપીઓએ મૃત્યુ પામેલી મહિલાના દાગીનાની પણ ચોરી કરી હતી. આ ઘટના બની ત્યારે પડોશીઓને પણ ખબર ન પડી.

પોલીસ તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, શિવલાલ નામના વ્યક્તિની 40 વર્ષીય મહિલા સોહની દેવી અને તેનો 12 વર્ષીય દીકરો પંકજ ગુરૂવારના રોજ રાત્રે ઘરમાં સુતા હતા. માતા અને દીકરો બંને એક જ પલંગ ઉપર સૂતા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા આરોપીઓ ઘરમાં ઘૂસ્યા હતા અને ધારદાર વસ્તુ વડે બંનેના જીવ લઈ લીધા હતા. અજાણ્યા આરોપીઓએ બંનેના મૃતદેહની એવી હાલત કરી નાખી કે મૃતદેહ જોઈને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ત્યારબાદ આરોપીઓએ મહિલાના દાગીના ની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે લૂંટના ઇરાદે જીવ લેવાનો ગેસ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ શાળાએ જવાના સમયે પંકજ નો મિત્ર તેને ઘરે બોલાવવા માટે પહોંચ્યો હતો.

જ્યારે તે ઘરની અંદર જોવે છે, ત્યારે તેની ચીસો નીકળી જાય છે. ત્યારબાદ તે ખૂબ જ ડરી ગયો હતો અને તેને આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને અને પોતાના પરિવારના લોકોને કરી હતી. ત્યારબાદ તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાં સૂતેલા માં અને દીકરાનું ઊંઘમાં જીવ લઈ લેવામાં આવ્યું, બંનેના મૃતદેહની એવી હાલત કરી નાખી હતી કે…પોલીસ પણ ગોથા ખાઈ ગઈ..!"

Leave a comment

Your email address will not be published.


*