કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.લોકડાઉન ના કારણે દેશના કેટલાક લોકોને બેરોજગાર થવાનો વારો આવ્યો હતો. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રાહત વધારવાનો નિર્ણય ને નોટીફીકેશન કરી દીધો છે. આ યોજનાનો લાભ લેવા માટે સમય મર્યાદાને વધારીને 30 જૂન,2021 કરી દીધી છે. જેમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ માં રજીસ્ટર કામદારોનું 50 ટકા અન એમ્પ્લોયમેન્ટ બેનિફિટ્ મળશે. સરકારના નિર્ણયથી 40 લાખથી વધારે કામદારોને ફાયદો થશે.
અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેતલ રોજગારી ગુમાવનાર કર્મચારીઓને સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. આ એક પ્રકારનું બેરોજગારી ભથ્થું હોય છે. જેનો લાભ તે કર્મચારીઓને મળે છે. જે કર્મચારી ESIC સ્કીમ હેઠળ કવર થાય છે અથવા તેમના માસિક વેતન માંથી ESIC કપાય છે.
સરકારના નિયમ મુજબ કોરોના માં નોકરી ગુમાવી ચૂકેલા ઔદ્યોગિક કામદારો ને 3 મહિના સુધી 50 ટકા પગાર અન એમ્પ્લોયમેન્ટ બેનિફિટ્ તરીકે આપવામાં આવશે. આનો ફાયદો એ લોકોને મળશે તેમની નોકરી 24 માર્ચ થી 31 ડીસેમ્બર વચ્ચે જતી રહી હોય છે. જોકે હવે તેનો ફાયદો જૂન 2021 સુધી કરી શકાય એમ છે.
જેકોઈ વ્યક્તિએ ESIC તે બીમિત હોય પણ ખોટા વ્યવહારના કારણે કાઢી મૂકવામાં આવ્યા હોય, વ્યક્તિ પર કોઈ કેસ ચાલુ હોય અથવા વ્યક્તિએ નિવૃત્તિ પહેલાં જ નિવૃત્તિ લઈ લીધી હોય તેમને આનો લાભ નહીં મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!