રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા માટે બેટરી સંચાલિત ટુ વ્હીલર અને થ્રી વીલર ના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ અને રિક્ષા ચાલકોને મોટો ફાયદો થઈ શકે છે. પ્રદૂષણ અટકાવવા માટે રૂપાણી સરકાર મોટો પ્રોજેક્ટ રાજ્યમાં લાવ્યા છે.
આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 12000 રૂપિયાની સહાય આપશે. આ સહાય 10000 વાહનોને આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.
વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ રીક્ષા થ્રી વીલર ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને 5000 રીક્ષાઓ ને તેનો લાભ આપવામાં આવશે.સાથોસાથ બેટરી સંચાલિત વાહનો ના ચાર્જિંગ માળખાકીય સુવિધા ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment