કોરોના ના સંકટ ને જોતા કેન્દ્ર સરકારે ત્રણ મહત્વની ગાઈડલાઈન જાહેર કરેલ છે. આ ગાઈડ લાઇન તમારા ખિસ્સા સાથે જોડાયેલી છે અને તેનો ફાયદો તમને સીધો જ થશે. સરકારની મહત્વકાંક્ષી ઉજ્વલા યોજના સાત કરોડ લાભાર્થીઓને સિલિન્ડર આપવાની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારવામાં આવેલ છે. આ યોજનાના લાભાર્થીઓને ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર મળશે.
ઉલ્લેખનીય છે કે કોરોના ના સંકટ ને જોતા સરકાર શ્રી દ્વારા વાલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલથી જૂન સુધી ફ્રી સિલિન્ડર આપવાની જાહેરાત કરેલ છે.
આ યોજના હેઠળ દેશની ગરીબ મહિલાઓના નામે ગેસ કનેક્શન મફત ફાળવવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર નોકરીદાતાઓ અને કર્મચારીના ભાગના ૧૨:૧૨ % પીએફ અમાઉન્ટ ખુદ આપશે . આ યોજના માત્ર ઓર્ગેનાઇઝેશન છે. જ્યાં કર્મચારીઓની સંખ્યા ૧૦૦ છે.અને તેમાંથી ૯૦ ટકાથી વધારે કર્મચારીઓનો પગાર 15 હજાર થી ઓછો હોય છે.
ઉલ્લેખનીય છે કે સરકાર શ્રી દ્વારા લોકડાઉન ની શરૂઆત થઈ ત્યારથી ગરીબ લોકોને મફત અનાજ આપવાનું કાર્ય કરી રહી છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ મહિના સુધી લાભાર્થીઓને અનાજ મફત આપવામાં આવશે.