મફત થશે કોરોના ના દર્દી ની સારવાર, અરજી કરવા જાણી લો આ પ્રોસેસ

Published on: 11:19 am, Sat, 11 July 20

કોરોનાવાયરસ નો કહેરે સમગ્ર વિશ્વ ને હલ મચાવી નાખેલ છે. કોરોનાવાયરસ ના કેસમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. અને એક બાજુ એની સારવારનો ખર્ચ મોંઘો થતાં લોકોમાં ખરેખર ભય મન માં ગરી ગયો છે. જો તમે આયુષ્માન યોજના હેઠળ આ યોજનાના હિસ્સેદાર હો તો તમને કોરોના ની સારવાર ફ્રી માં થશે.

હકીકતમાં મોદી સરકારની આયુષ્માન યોજના હેઠળ પાંચ લાખની વ્યવસ્થા ફ્રીમાં કરેલ છે.

આ યોજનાનો ફાયદો મેળવનાર વ્યક્તિને ઇ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ની મદદથી કેસલેસ સર્વિસનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ યોજનાનો લાભ તમને ત્યારે જ મળશે જ્યારે તમારું નામ આ યોજનામાં હેઠળ સામેલ હશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમને એની પ્રોસેસ અમે જણાવી દઈએ.

પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ તમારે એમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવું પડશે. આ સાઈટ પર તમને Am I Eligible ની લીંક જોવા મળશે. તેના પર ક્લિક કરતાં નવું એક પેજ ખુલશે અને એમાં તમારે તમારી માહિતી ભરવાની રહેશે . ત્યારબાદ તમારા મોબાઇલમાં ઓટીપી આવશે ત્યારબાદ તમારે તમારા મોબાઈલ માં ઓટીપી સબમિટ કરવાનો રહેશે. આ આ પ્રોસેસ પૂરી કર્યા બાદ તમારે તમારું રાજ્ય નું નામ સિલેક્ટ કરવાનું રહેશે.