કોરોના કેસ ને લઈને સુરતમાંથી આવ્યા સૌથી મોટા સમાચાર…. જાણો વિગતવાર

3638

સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. તે જોતા તંત્ર સંક્રમણ ને અટકાવવા અલગ-અલગ પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે કેસની વાત કરીએ તો સુરત , અમદાવાદ , રાજકોટ જેવા જિલ્લાઓમાં છે. હાલમાં સુરત શહેર દરરોજ કોરોના ના કેસ માં અન બ્રેકિંગ રેકોર્ડ તૂટવા લાગ્યા છે. સુરત ની પરિસ્થિતિ હાલમાં કફોડી બનતા થોડાક સમય પહેલા માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી આવ્યા હતા.

કોરોના ના કેસ લઈને સુરત શહેરમાંથી સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરતમાં કોરોના થી મૃત્યુ પામનાર વ્યક્તિ ની લાશો ને અગ્નિ સંસ્કાર નું ૧૫ વર્ષ થી કામ કરતી સંસ્થા એવી એકતા ટ્રસ્ટ ના પ્રમુખ અબ્દુલ રેહમાન કાકા સાથે વાત કરતા ખૂબ જ ચિંતાજનક વાત જાણવા મળી છે.

અબ્દુલ રહેમાન કાકાએ કોરોના રોગને ગંભીર જણાવતા કહ્યું કે અમારી પાસે હાલમાં ત્રણ દિવસ સુધી અગ્નિસંસ્કાર કરીએ તેટલી લાશો પેન્ડીંગ માં પડેલ છે. કાકાએ અપીલ કરતા જણાવ્યું કે દરેક લોકો આ રોગ ને ગંભીર ગણે અને ધરમાં રહો,સ્વસ્થ રહો.