લોકડાઉન ને લઈને મોદી સરકારે કર્યો મોટો ખુલાસો, આ સ્થિતિમાં અપાશે લીલીઝંડી

5359

કોરોનાવાયરસ ને લઈને લોકોમાં એક વાત ને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. શું ફરી એક વખત સરકાર લોકડાઉન લાગુ પડશે કે નહીં? જોકે આ અટકળો માં કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધેલ છે. મંગળવારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજીવ ભૂષણે ફરી લોકડાઉન લાગુ નહીં થાય એવી વાત કરેલ છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં હાલમાં લોકડાઉન ની જરૂર નથી. રાજ્યોની સાથે કન્ટેન્મેન્ટ ઝોન પર ફોકસ કરવા માટે કામ ચાલી રહ્યુ છે. આ ઉપરાંત કોરોના ના કેસ વધે તો તે સ્થળ પર લોકડાઉન લાગુ કરવાના અધિકાર બધા રાજ્યો ને આપેલ છે.

અન્ય એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, જો કોઈ જગ્યા, ગામ કે શહેરમાં કોરોના ના કેસ વધે છે તો કેટલાક દિવસ માટે ત્યાં લોકડાઉન લાગુ કરી શકાય છે. જેમ કે મધ્યપ્રદેશ દર રવિવારે અને ઉત્તર પ્રદેશ દર શનિ-રવિ બજારો બંધ કરવાનો નિર્ણય લીધેલ છે. મહારાષ્ટ્રમાં પુણેમાં લોકડાઉન લાગુ કરવાની ફરજ પડેલ છે.

મળતી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને હુકમ આપેલ છે કે જે વિસ્તારમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં સક્રિય થઈને કામ કરે નહિતર ભયંકર રૂપ આવી શકે છે. આમ કરતાં પણ પરિસ્થિતિ હાથમાં ન રહે તો લોકડાઉન લાગુ કરવાની પરવાનગી મળેલ છે.