સુરતમાં કોરોના નું સંક્રમણ અટકાવવા લેવાયો મોટો નિર્ણય, હવેથી આ શહેર ની પેટર્ન થી થશે કામ

Published on: 5:32 pm, Thu, 16 July 20

ગુજરાતમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. હવે ગુજરાતનું એપિસેન્ટર સુરત બની ચૂક્યું છે. રાજ્યોના કોરોના ના સૌથી વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. સુરતમાં કોરોના નું સંક્રમણ અટકાવવા હવે થી અમદાવાદ ની પેટન થી કામ કરશે. ધન્વંતરી રથમાં રેપિડ ટેસ્ટ કરાશે અને આ ઉપરાંત દર્દી પોઝિટિવ આવતા તુરંત જ આઇસોલેકશન કરવામાં આવશે.

સુરત ના પૂર્વ કમિશનર ને વધુ ચાર્જ સોંપવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારી સાથે બેઠક કરીને રણનીતિ તૈયાર કરવામાં આવેલ છે. સુરત શહેરમાં આજ થી સુપર સ્પીડ થી ટેસ્ટિંગ નું કામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં 3000 ને પાર કોરોના કેસ આવી ગયા છે અને દરરોજના 200 થી પણ વધારે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે.