કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ખેડૂત સાથે વાતચીત….

76

દેશમાં લાંબા સમય સુધી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તેનો હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી. નવા કાયદાને લઈને ઘણા સમય બાદ સરકાર તરફથી નિવેદન આવ્યું છે. સરકારે કહ્યું કે કાયદો કોઈ પણ હાલમાં પરત લેવામાં આવશે નહિ પરંતુ વાતચીત શક્ય છે.

કૃષિ મંત્રી તોમરએ કહ્યું કે ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છીએ પરંતુ કોઈપણ હાલતમાં કૃષિ કાયદો પરત લેવામાં આવશે નહિ.

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે કૃષિ કાયદો પરત લેવાની વાતને નકારી દેવામાં આવી છે. પરંતુ સરકાર આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે.

આ વાતની જાણકારી કૃષિમંત્રીએ ટ્વિટર પર વિડીયો મૂકી ને કરી. તેમને કહ્યું કે કોઈપણ હાલતમાં કાયદો પાછો લેવામાં આવશે નહીં પણ ખેડૂતો સાથે અડધી રાત્રે વાત કરવા તૈયાર છીએ. જો ખેડૂત સંગઠન વાતચીત કરવા ઈચ્છે છે તો તેમનું સ્વાગત છે.

આ ઉપરાંત ખેડૂત અને સરકાર વચ્ચે 11 વખત વાતચીત થઈ ગઈ છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર થયેલા આંદોલન બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ પણ વાતચીત થઈ નથી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાનો લાગુ કરવા માટે રોક લગાવી હતી.

ત્યારબાદ એક કમિટી બનાવવામાં આવી હતી અને તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે વેલી ને વેલી ખાતે આ  બાબતનું સમાધાન લાવી શકે. સરકાર અને ખેડૂતો સાથે ઘણી વખત વાતચીત કરી પરંતુ ખેડૂતો કાયદો પરત લેવાની માંગ પર કાયમ રહ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!