ગુજરાતની જનતાને વેક્સિન લેવા માટે હવે ઓનલાઇન બુકિંગ નહીં કરવું પડે, આ તારીખથી નિયમ લાગુ.

67

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં સરકાર દ્વારા રસીકરણ અભિયાન ઝડપી બનાવવા માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. ગુજરાતની જનતાને રસી લેવા માટે હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન નહીં કરવું પડે. આ તારીખથી વેક્સિન લેવા માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

રાજ્યમાં 21 જૂન થી 3 વાગ્યા બાદ સ્થળ પર જ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ની યોજાયેલી બેઠકમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો.

રાજ્યમાં 18 થી 44 વર્ષના લોકો માટે રાજ્ય સરકાર દ્વારા વોક-ઈન વેક્સિનેશન નો કાર્યક્રમ જાહેર કર્યો. 21 જૂન થી રાજ્યમાં 18 થી 44 વયના લોકોને સ્થળ પરજ રજીસ્ટ્રેશનથી વોક ઈન વેક્સિનેશનનો લાભ મળશે.

રાજ્યમાં 21 જૂન વિશ્વ યોગ દિવસ થી રાજ્યમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન શરૂ થશે. રાજ્યમાં હાલમાં 18 થી 44 વર્ષના વયના લોકોને વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMC દ્વારા મળ્યા બાદ વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવશે.

જે લોકોને એસએમસી મારફત સ્લોટ મેળવેલ હોય તે લોકોને વેક્સિનેશન પહેલા થશે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ લોકોને રસીના ડોઝ અપાઈ ગયા છે.

ગુજરાત રાજ્ય 45 થી વધુ વયના લોકોને રસી આપવામાં ગુજરાત અગર રાજ્યમાં રહ્યું છે. 21 જૂન થી રાજ્યમાં 3:00 સ્થળ પર જ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.