ગુજરાત રાજ્યમાં આ વિસ્તારોમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી,જાણો શું કહે છે હવામાન વિભાગ

158

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને લઈને આગાહી કરી છે. મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્ર ના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરેરાશ વરસાદ 135 ટકા નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતે ખેડૂતો માટે નુકસાન નો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના કાકરેજ, ખારીયા, થરા, શિહોરી સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ વરસતાં ખેડૂતો ને બાકી રહેલા પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. બનાસકાંઠા બાદ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે નુકસાન નો વરસાદ વરસ્યો હતો.

પાટણ, સિધ્ધપુર, ચાન્સમાં, હારીજ, સમી અને શંખેશ્વર પથ્થરમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા.17મી અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર,કચ્છ,દીવ, પાટણ અને મહેસાણા માં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ ઉપરાંત ડાંગ, નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ તૂટી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!