આજરોજ થી ચાલુ થતા નવરાત્રીના પર્વમાં આ માર્ગદર્શિકાનું પાલન કરજો નહિતર…

Published on: 3:49 pm, Sat, 17 October 20

આજરોજથી માતાજીની નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે.ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવરાત્રિના તહેવારો ને લઇને રાજ્ય સરકારે માર્ગદર્શીકા જાહેર કરી છે અને માર્ગદર્શિકા મુજબ આ વર્ષે રાજ્યમાં હળવાથી દરમિયાન શહેરમાં ગરબાનું આયોજન કરી શકાશે નહીં એટલે કે રાજ્યમાં જાહેર કે.

શેરીગરબા કે કોઈપણ પ્રકારની ગરબા યોજી શકાશે નહીં.નવરાત્રી દરમિયાન જાહેર ખુલ્લી જગ્યાએ ગરબી અને માતાજીની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિ અને ચરણ સ્પર્શ નહીં કરી શકાય.પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ સરકારે હવે બંધ પેકિંગમાં પ્રસાદ વિતરણ કરવાની છૂટ આપી છે.

જાહેરમાં ગરબીની સ્થાપન માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ની મંજૂરી લેવી જરૂરી રહેશે. સોસાયટી કે ફ્લેટમાં માતાજીની આરતી માટે પોલીસની મંજૂરીની જરૂર નથી. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં.

તેમજ આ કાર્યક્રમનો સમય માત્ર એક કલાકનો જ રહેશે. કાર્યક્રમ દરમ્યાન તમામ એસઓપી નું પાલન અવશ્ય કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજરોજ થી ચાલુ થતા નવરાત્રીના પર્વમાં આ માર્ગદર્શિકાનું પાલન કરજો નહિતર…"

Leave a comment

Your email address will not be published.


*