આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિગતવાર

334

ગુજરાત રાજ્યમાં કાલ રાતથી અમુક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી માં કહ્યું હતું કે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજરોજ ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ ની અસર જોવા મળશે. જેના કારણે મહેસાણા,પાટણ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડી શકે છે. અહીં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ,વડોદરા અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એકાદ સ્થળ પર ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે.

હવામાન વિભાગના મતે હજી પણ ચોમાસુ પૂર્ણ થવાના કોઇ સંકેત મળી રહ્યા નથી. આગામી દિવસોમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!