ગુજરાત સરકાર કોરોના ના અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. અર્થતંત્રને પાટે ચઢાવવા માટે રાજ્ય સરકાર અનલૉક માં છૂટછાટ આપ્યા બાદ કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ શહેરમાં કોરોના ના કેસો વધારે જોવા મળ્યા હતા ત્યારબાદ સુરત અને સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ એક હજારથી પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓમાં કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ગામ લોકોએ સ્વયંભૂ લોકડાઉન નો નિર્ણય લીધો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ના પાલનપુરના ગઢ ગામના લોકોએ સ્વયંભૂ 10 દિવસ માટે લોકડાઉન નિર્ણય કરેલ છે. 1 ઓક્ટોબર સુધી ગામમાં તમામ લોકો સ્વયંભૂ લોકડાઉન ના નિયમોનું પાલન કરશે.ગામમાં દૂધ કરિયાણા અને મેડિકલ ની દુકાનો બે વાગ્યા સુધી જ ખુલી રહેશે.આ ઉપરાંત 10 દિવસમાં જે લોકો કામ વગર ઘરની બહાર નીકળશે અને નિયમોનો ભંગ કરશે તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પાલનપુરના કાણોદર ગામમાં પણ 50 લોકો કોરોના થતા ગામમાં સ્વયંભૂ 10 દિવસ માટે લોકડાઉન નો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ બાબતે જાહેરાત ગ્રામ પંચાયત દ્વારા રિક્ષામાં માઈક લગાવીને ગામમાં ફેરવવામાં આવી હતી.
બે દિવસ પહેલા પોશીનામાં પણ ચાર દિવસ સ્વયંભૂ લોકડાઉન નો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે ઉત્તર ગુજરાતમાં કોરોના નું સંક્રમણ વધતા ગામ લોકો જાગૃત થઇને સ્વયંભૂ લોકડાઉન નિર્ણય લઇ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!