ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આજરોજ આ વિસ્તારમાં પડશે વરસાદ

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ ની આગાહી વચ્ચે રાજ્યમાં આપતી ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે.

રાજ્યમાં આજરોજ ડાંગ,વલસાડ, નવસારી,દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. નલિયામાં સૌથી વધુ 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.નલિયા સિવાય રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રી થી વધુ રહો હતો.

પહેલા પડેલા માવઠાના કારણે વલસાડ જિલ્લાના કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો હતો.હાલમાં કેરીના પાકમાં મંજરી ફૂટવાનો સમય છે અને ખેડૂતોએ દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. વરસાદના કારણે દવા ધોવાઈ જાય તેવી આશંકા છે.

તો જે મંજરી મોટી થઈ ગઈ છે તેમાં આ કમોસમી વરસાદના કારણે ફૂગ અને પેસ્ટનો ઉપદ્રવ થવાની ભીતિ છે.વલસાડ જિલ્લામાં કેરીના પાક ની સાથે કઠોળના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે.

અને વલસાડ જિલ્લામાં કેરીનો પાક મુખ્ય પાક છે.70 ટકા ખેડૂતોની વર્ષભરની આવક આ પાક પર નિર્ભર છે. આ વરસાદના કારણે 35 હજાર હેકટર માં કેરીના પાકને નુકશાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*