આવતીકાલથી ગુજરાત રાજ્યમાં શાળા ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણો શું કહ્યુ?

253

ગુજરાત રાજ્યમાં આવતીકાલથી ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થવા જઇ રહી છે.વિદ્યાર્થીઓને આવકારવા શાળા સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હવે શાળાઓ ખુલવા મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

તેઓએ કહ્યુ કે,અમારા નિર્ણયને વાલીઓ અને વિદ્યાર્થીઓ આવકાર્ય છે.11 મી જાન્યુઆરી થી શરૂ થતી શાળાઓ માટે સરકાર તૈયાર છે.રાજ્યની તમામ શાળા માં આવતીકાલથી સરકારી માર્ગદર્શિકા મુજબ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

જેના માટે શાળા સંચાલકો શાળાના તમામ રૂમોની સાફ સફાઈ કરવામાં આવશે.જોકે વિદ્યાર્થીઓ એ માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને સામાજિક અંતર રાખવું પડશે.શાળા શરૂ થવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ છે કે.

10 મહિના ના લાંબા ગાળા બાદ કેબિનેટ યોગ્ય નિર્ણય કર્યો છે.નિર્ણય જાહેર થયાના બીજા દિવસે તમામ DEO સાથે ચર્ચા કરી હતી.કોરોના નું sop નું સંપૂર્ણ પાલન કરવાની સૂચના અપાઇ છે.બાળકો ને ક્લાસમાં સામાજિક અંતર રાખીને બેસવાની વ્યવસ્થા થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!