સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ

367

ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એક વરસાદનો વધુ રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 14 અને 16 ઓક્ટોબર ની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હાલ ઉતરતી પૂર્વ દિશામાં પવન છે.હવામાન વિભાગની આગાહી અનુસાર 14 ઓક્ટોમ્બરના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

15 ઓક્ટોમ્બર ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી માં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સિઝનમાં વરસાદ 135 ટકા નોંધાયો છે.

એટલે અત્યારે સિઝનનો કુલ 42 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ચાર ગણો વરસાદ પડ્યો છે.

આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!