રાજ્યમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે ધોધમાર વરસાદ

347

ગુજરાત રાજ્યમાં એક તરફ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગામી બે દિવસ રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 126 ટકા સરેરાશ વરસાદ થઈ ચુક્યો છે.રાજ્યમાં એક તરફ ચોમાસું અંતિમ તબક્કામાં પસાર થઈ રહ્યું છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ કેટલી જગ્યાઓ પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત,ભરૂચ, વલસાડ,નવસારીમાં વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

જેમાં જામનગર, પોરબંદર,દ્વારકા મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!