ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, લોકડાઉન પછી ફરીથી કપાસના ભાવમાં થયો નોંધપાત્ર વધારો

Published on: 4:38 pm, Mon, 21 September 20

લોકડાઉન ના સમયગાળા દરમિયાન કપાસના ભાવ તળીયે બેસી ગયા હતા. સમગ્ર ભારત દેશ તેમજ નિકાસ બજારમાં કપાસની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરંતુ ફરીવાર તમામ ઉદ્યોગો પાટે ચડતા કપાસની માંગ વધી છે અને ફરીવાર ભાવ ઊંચકાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ યાર્ન બનાવવાની માગ નીકળતાં કપાસના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું પરંતુ ભાવ વધારાના કારણે તે નુકસાની ભરપાઈ થઇ શકે છે.

નિષ્ણાતોના મત મુજબ નિકાસકારો અને કપાસના વિવિધ ઉત્પાદકો ની માંગ તેમજ સ્થાનિક મીલ ફરી શરૂ થવાના કારણે સ્થાનિક સ્તરે કપાસના ભાવને ટેકો મળ્યો છે. હાલમાં કપાસની સિઝન પૂરી થવાના આરે છે. ગુણવત્તાયુક્ત કપાસમાં મર્યાદિત સ્ટોક બજારમાં ઉપલબ્ધ છે. નિકાસની માંગ પણ ખૂબ વધારે હોવાથી ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.

નીરવ પટેલ નામના કપાસના નિકાસકાર કહું હતું કે, અગાઉની સાપેક્ષે હાલના સમયમાં નિકાસની માત્રા સારી છે.સુતરાવ યાર્નની નિકાસમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.અનેક પ્રકારની મિલો કાર્યરત થતાં વિવિધ પ્રકારની બનાવટની માંગ નીકળી રહી છે.

જેના કારણે ખેડૂતોને પરિણામે કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!