સત્ર શરૂ થતાં વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખેડૂતો માટે કરી મોટી જાહેર.

Published on: 7:04 pm, Mon, 21 September 20

ભારે વરસાદ પડવાના કારણે ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને પડખે ઊભેલી વિજય રૂપાણીની સરકારે ગુજરાત વિધાનસભાગૃહમાં 3700 કરોડની ખેડૂતોને સહાયની જાહેરાત કરી છે. હાલ રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે અગત્યની બાબત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે 3700 કરોડની ખેડૂતોને સહાય કરવામાં આવશે.

આ યોજના હેઠળ 27 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે. 20 જિલ્લાના 123 તાલુકાને સહાય કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતોને થયેલ નુકશાની અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. આ કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર ₹10000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે.

ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા 5000 ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થતા વિજય રૂપાણીએ આ મોટો નિર્ણય લીધો જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સત્ર શરૂ થતાં વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખેડૂતો માટે કરી મોટી જાહેર."

Leave a comment

Your email address will not be published.


*