ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર,હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માવઠા ને લઈને કરી આગાહી

Published on: 9:52 am, Sun, 26 December 21

ગુલાબી ઠંડી વચ્ચે કચ્છમાં ફરી એકવાર માવઠાની દહેશત ઉભી થઇ છે. આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે APMC અનાજનો જથ્થો ઢાંકીને રાખવા ડિઝાસ્ટર વિભાગે આદેશ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આવતા દિવસોમાં કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ભુજમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે, નલિયામાં પણ આવતીકાલે છૂટા છવાયા વાદળૉ જોવા મળશે.સોમવારે વાદળો ની સંખ્યા વધશે અને ત્યાર બાદ મંગળવારે ફરી છૂટા છવાયા વાદળૉ રહેશે.

કંડલામાં રવિવાર, સોમવાર અને મંગળવાર આ ત્રણેય દિવસો છૂટાછવાયા વાદળો જોવા મળશે. વાદળછાયા વાતાવરણના કારણે જિલ્લામાં તાપમાનનો પારો ફરી ઘટશે.

હાલ ઠંડીમાં ઘટાડો થયો છે ત્યારે આવતા અઠવાડિયે વાદળછાયા વાતાવરણમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે.રાજ્યમાં ખાસ કરીને કોરોના ના આગમન પછી કોરોના ના કેસો વધી ગયા છે અને તે જોતાં સરકાર દ્વારા શાળા કોલેજોમાં વધુ તકેદારી સાથે શિક્ષણકાર્ય ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

વાલીઓને પણ તેમના બાળકને સ્કૂલે મોકલવું કે કેમ તે અંગે પસંદગી ઉપલબ્ધ કરાઈ છે તે વચ્ચે શાળાઓમાં કોરોના ઉભો થતાં ઉભી થયેલી પરિસ્થિતિ પર એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર,હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માવઠા ને લઈને કરી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*