હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને કરી આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ભુકા કાઢી નાખશે…

Published on: 10:19 am, Thu, 22 July 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અનેક જગ્યાએ તો વરસાદ એવો ખાબકયો છે કે રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે સારા વરસાદ ની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ ધમાકેદાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતાં હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશરને લઇને વરસાદી વાતાવરણ સર્જાશે. આ ઉપરાંત રાજ્યમાં દ્વારકા અને ગીર સોમનાથ સહિત અનેક પંથકમાં સારો વરસાદ પડી શકે છે.

તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના અપાઇ ગઇ છે.

તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. વરસાદ ઓછો હોવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પરંતુ હવે રાજ્યના હવામાન વિભાગે ફરી સારા વરસાદની આગાહી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.