વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, રાજ્યમાં આગામી 8 દિવસ વરસાદની સંભાવના…

Published on: 11:34 am, Mon, 5 July 21

ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ખૂબ જ સારું થયું હતું પરંતુ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં વરસાદ ખુબ જ ઓછો થયો છે. અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં ભારે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે.

ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર જમીનનું વાવણી કરી દીધી છે. તેવામાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું હતા ખેડૂતોને પાક સુકાઇ જવાની ચિંતા થઈ રહી છે.

રાજ્યમાં ચોમાસાનું આગમન ખૂબ જ સારું હતું તે માટે ખેડૂતોએ પાકનું વાવેતર કરી દીધું હતું પરંતુ અત્યારે વરસાદ નહીવત થતાં ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે અને ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે.

રાજ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, બનાસકાંઠા, ગીર સોમનાથ, ગાંધીનગર અને અમરેલીના ખેડૂતો વરસાદ ઓછો થતાં ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેતર કર્યું છે.

અને મોંઘા ભાવના બિયારણો અને ખાતરો તથા જંતુનાશક દવાઓ પર ખર્ચો કર્યો છે જો વરસાદ નહીં પડે તો ખેડૂતોને ભારે નુકસાન થશે.

ધોરાજીમાં વરસાદ નું આગમન નહીં થાય તો ખેડૂતોએ વાવેલો પાક સુકાઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આઠ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!