આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને જોઈને ભાજપ બોખલાઇ, દિવસેને દિવસે અસંખ્ય લોકો AAP માં જોડાઇ રહ્યા છે

Published on: 11:12 am, Mon, 5 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકોના પ્રશ્નનો ઉકેલ લાવી રહ્યા છે.

આ ઉપરાંત ગામડામાં જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર લોકોની વચ્ચે જઈ ને લોકોને પડતી મુશ્કેલી અને લોકોના પ્રશ્નનો ઉકેલ લાવી રહ્યા છે.

ત્યારે ગઇકાલે વોર્ડ નંબર 16 ના યુવા કોર્પોરેટર પાયલ સાકરીયા લોકો વચ્ચે જઇને લોકોના પ્રશ્નો અને પડતી મુશ્કેલીની સંભાળ લીધી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા શેરી સંવેદના કાર્યક્રમ દ્વારા રાધાસ્વામી એપાર્ટમેન્ટના રહેવાસીઓ સાથે ગઈકાલે મુલાકાત કરી હતી.

પાયલ સાકરીયા જ્યારે ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા ગયા હતા ત્યારે તેમને એપારમેન્ટ વાસીઓને વચન આપ્યું હતું કે અમે જીતીને ફરીથી આવશે અને તમારી સમસ્યાઓને સાંભળીને તેને દૂર કરવાના પ્રયત્નો કરશો.

જ્યારે સુરતમાં કોરોના ની બીજીલહેરમાં કેસ ધટી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શેરીઓમાં જઈને લોકો ની સંભાળ લઈ રહયા છે.

આ ઉપરાંત ગઈકાલે રાધાસ્વામી એપાર્ટમેન્ટમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં ઘણા લોકો જોડાઇ રહ્યા છે.

ઉપરાંત આ કાર્યક્રમમાં નગરસેવક શોભાબેન કેવડિયા, વોર્ડના પ્રમુખ મિલનભાઈ કુકડીયા અને અલ્પેશ ભાઈ વસોયા પણ હાજરી આપી હતી. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ગુજરાતમાં પોતાનો ગઢ જમાવી રહી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઘણી બધી બેઠક ઉપર વિજય મેળવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને જોઈને ભાજપ બોખલાઇ, દિવસેને દિવસે અસંખ્ય લોકો AAP માં જોડાઇ રહ્યા છે"

Leave a comment

Your email address will not be published.


*