ભારતના આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Published on: 9:37 am, Mon, 21 September 20

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ 128 ટકા નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના મત અનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ના કેટલાક જિલ્લાઓ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મત અનુસાર ગુજરાતમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત,ડાંગ,નવસારી,તાપી, મંગળવારે ડાંગ,તાપી, ગુરુવારે છોટાઉદેપુર પંચમહાલ-દાહોદ, શુક્રવાર દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે

.

જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં હવે વરસાદની સંભાવના નથી અને આગામી દિવસોમાં બફારાનું પ્રમાણ વધી શકે છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં 9.84 ઇંચથી ઓછો પડ્યો હોય તેવા એક પણ તાલુકા નથી.15 તાલુકામાં 9.88 થી 19.68 ઈંચ,125 તાલુકામાં 19.72 થી 39.37 ઈંચ,111 તાલુકામાં 19.72 ઈંચ થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ વર્ષે ગુજરાત રાજ્યમાં 121 ટકા વરસાદ નોંધાયો છે તેના કારણે ગુજરાતના ખેડૂતો ભારે નુકસાન થયું. બધો પાક વરસાદના કારણે નુકસાનીમાં ગયો. સૌથી વધુ વરસાદનું પ્રમાણ ગ્રામીણ વિસ્તારમાં જોવામાં આવ્યું છે.

ગુજરાતના કેટલાક ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાય. આ વર્ષે કોરોના સાથ સાથ વરસાદે પણ ખૂબ જ નુકસાન કર્યું છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!