નરાધમ બાપે પોતાની 5 મહિનાની માસુમ દીકરીનો જીવ લઈ લીધો… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 11:54 am, Tue, 7 November 23

હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની માતા સાથે મળીને પોતાની 5 વર્ષની માસુમ દીકરીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર યુવકની પત્ની બાળકીને ઘરે મૂકીને મંદિરમાં પ્રસાદ લેવા માટે ગઈ હતી.

જ્યારે તે ઘરે આવી ત્યારે તેને પોતાની દીકરીના મૃતદેહને પડેલું જોયું હતું. હાલમાં તો આ ઘટનાને લઈને મહિલાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. દીકરાની લાલસામાં દીકરીનો જીવ લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરીએ તો સોનિયા નામની 23 વર્ષની યુવતીના લગ્ન સજ્જન સિંહ નામના વ્યક્તિ સાથે થયા હતા. રવિવારના રોજ સોનિયા મંદિરમાં પ્રસાદ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન સોનિયા પોતાની પાંચ મહિનાની દીકરી મીનાક્ષીને ઘરે મૂકીને ગાય હતી. પછી સોનિયા બપોરના બે વાગ્યાની આસપાસ ઘરે આવી ત્યારે મીનાક્ષી બેભાન હાલતમાં પડેલી હતી.

તેને આજુબાજુ જોયું ત્યારે તેનો સજ્જન સિંહ અને સાસુ વિમલાદેવી ઉભા હતા. મીનાક્ષીના માથાના ભાગે નિશાન હતું. ઘટનાની જાણ થતા અન્ય પરિવારના સભ્યો ત્યાં દોડીએ આવ્યા હતા. પછી મીનાક્ષીને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર એ તેને મૃત જાહેર કરી હતી.

ઘટનાને લઈને સોનિયાનો આરોપ છે કે, લગ્ન બાદ તેના સાસુ અને પતિ તેને ઓછા દહેજ લાવવા માટે ટોણા મારતા હતા. દીકરીનો જન્મ થયા બાદ તેઓએ ટોણા મારવાનું વધારે કરી નાખ્યું હતું. એટલું જ નહીં તે લોકો સોનિયાને કહેતા હતા કે છોકરાનો જન્મ ન થયો તો ઘરની બહાર કાઢી મૂકશો.

સોનિયાને પહેલેથી એક ચાર વર્ષની દીકરી છે. તેવામાં બીજી દીકરીનો જન્મ થયા બાદ તેના સાસુ અને પતિ ખુશ ન હતા. આ કારણસર બંને તેનો જીવ લઈ લીધો હશે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નરાધમ બાપે પોતાની 5 મહિનાની માસુમ દીકરીનો જીવ લઈ લીધો… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*