એ..એ..ઉડાડ્યા…! બસ ડ્રાઇવરની ભૂલના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 12:27 pm, Tue, 7 November 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે સોમવારના રોજ સવારના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં બસ સ્ટેશનમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને એક બસે કચડી નાખ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં એક વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો બસની નીચે કચડાઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના આંધ્ર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરીએ તો નેહરુ બસ સ્ટેશનના ડેપો મેનેજર એ જણાવ્યું કે, પ્લેટફોર્મ નંબર 12 પર ઉભેલી બસના ડ્રાઇવર એ ભૂલ માંથી રિવર્સ ગિયરની જગ્યાએ ખોટો ગિયર બદલી નાખ્યો હતો. જેના કારણે બસ મુસાફરો બેઠેલા હોય ત્યાં ઘૂસી ગઈ હતી.

ત્યારબાદ બસ ટિકિટ કાઉન્ટર સાથે અથડાયને ત્યાં જ ઉભી રહી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકો બસના ટાયરની નીચે કચડાઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

હાલમાં તો આ ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..ઉડાડ્યા…! બસ ડ્રાઇવરની ભૂલના કારણે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*