વર્ષનો છેલ્લો દિવસ 9 લોકોની જિંદગીનો અંતિમ દિવસ બની ગયો..! પ્રમુખસ્વામી નગરથી આવતી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત…9 લોકોના મોત…

Published on: 11:02 am, Sat, 31 December 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં આજરોજ વહેલી સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકોની જિંદગી માટે છેલ્લો દિવસ બની ગયો છે.

વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનર કારચાલકને અચાનક જ જોકુ આવી જતા કાર ડિવાઈડર કૂદીને અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાંથી પરત આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. આ કારણોસર બસ ચાલકને હાર્ટ એટેક આવી ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 8 લોકો ફોર્ચ્યુનર કારમાં સવાર હતા. અકસ્માતની ઘટનામાં 30 જેટલા લોકોને ઈજા પહોંચે છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે પુરપાડ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર ચાલકને અચાનક જ ઝોકું આવી ગયું હતું. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે.

ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર બસ અમદાવાદ શહેરના આંગણે ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માંથી વલસાડ પરત ફરી રહી હતી.

આ અકસ્માતની ઘટનામાં 30 વર્ષીય નીતિનભાઈ ઘનશ્યામભાઈ પાટીલ, 25 વર્ષીય જયદીપભાઇ કાંતિભાઈ પેથાણી, 24 વર્ષીય જયદીપભાઇ કાળુભાઈ ગોધાણી, 24 વર્ષીય ધર્મેશભાઈ પ્રકાશભાઈ શેલડીયા, 35 વર્ષીય જગદીશભાઈ રસિકભાઈ દુધાત, 23 વર્ષીય મયુરકુમાર ધીરુભાઈ વવૈયા, 39 વર્ષીય નવનીત ભાઈ મોહનભાઈ ભદીચદરા, 23 વર્ષીય પ્રજ્ઞેશભાઈ રણછોડભાઈ વેકરીયા અને બસમાં મુસાફરી કરતા ગણેશભાઈ મોરારભાઈ ટંડેલનું અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજ્યું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. અકસ્માતની ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વર્ષનો છેલ્લો દિવસ 9 લોકોની જિંદગીનો અંતિમ દિવસ બની ગયો..! પ્રમુખસ્વામી નગરથી આવતી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત…9 લોકોના મોત…"

Leave a comment

Your email address will not be published.


*