નશાની હાલતમાં ઘરે આવેલા પતિએ રસોઈ બનાવતી પત્નીનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…

Published on: 11:32 am, Sat, 15 July 23

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ કારણોસર પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજરોજ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પતિ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો. 10 જુલાઈ ના રોજ આરોપી પતિ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને ઘરે આવીને પોતાની પત્ની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ નશાની હાલતમાં ગુસ્સામાં ભરાયેલા પતિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા.

જેના કારણે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પછી ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં આજરોજ મહિલાએ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે 38 વર્ષીય આરોપી સોનુની ધડ પકડ કરી લીધી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ ક્રિષ્ના હતું. 10 જુલાઈ ના રોજ ક્રિષ્ના રાત્રે ઘરમાં રસોઈ બનાવી રહી હતી. આ દરમિયાન નશાની હાલતમાં તેનો પતિ સોનુ ઘરે આવ્યો હતો. ઘરે આવીને તેને ક્રિષ્ના સાથે લડાઈ શરૂ કરી દીધી હતી.

પછી ગુસ્સામાં ભરાયેલા સોનુ એ પોતાની પત્ની ક્રિષ્ના ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા, જેના કારણે ક્રિષ્ના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં ક્રિષ્નાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન કૃષ્ણએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નશાની હાલતમાં ઘરે આવેલા પતિએ રસોઈ બનાવતી પત્નીનો જીવ લઈ લીધો…જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*