પતિએ પાવડા વડે પત્નીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પતિ પાવડો લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો…ત્યાં જઈને કહ્યું એવું કે જાણીને તમે પણ ચોકી ઉઠશો..

Published on: 1:22 pm, Sun, 7 August 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પાવડા વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ આ વ્યક્તિ પાવડો લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં જઈને કહ્યું હતું કે મારી ધરપકડ કરો, મેં મારી પત્નીનો જીવ લઈ લીધો છે.

આ વ્યક્તિને જોઈને પોલીસ સ્ટેશનમાં ભાગદોડ નથી ગઈ હતી. આ ઘટના મૌ જિલ્લાના સરેલખાંસી વિસ્તારમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો દેવેન્દ્ર નામના વ્યક્તિની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. પ્રથમ પત્નીના અવસાન બાદ તેને બીજા લગ્ન કર્યા હતા.

દેવેન્દ્રએ બીજા લગ્ન 38 વર્ષે કૃપાદેવી નામની મહિલા સાથે કર્યા હતા. દેવેન્દ્ર તેની બીજી પત્ની અને બે બાળકો સાથે છેલ્લા સાત વર્ષથી તાજોપુર ગામમાં રહેતો હતો. જમીનની બાબતે દેવેન્દ્રને તેની પત્ની સાથે પહેલેથી જ વિવાદો ચાલતા હતા. ત્યારે ઘટના બની તે દિવસે પણ બંને વચ્ચે આ બાબતને લઈને વિવાદ થયો હતો.

જેના કારણે દેવેન્દ્ર પાવડો લઈને ખેતરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે દેવેન્દ્રની પત્ની દેવેન્દ્ર સાથે માથાકૂટ કરતી હતી. માથાકૂટ આટલી વધી ગઈ કે ગુસ્સામાં આવીને દેવેન્દ્રએ પાવડા વડે પોતાની પત્નીના માથા ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે તેની પત્ની કૃપાદેવી ઘટના સ્થળે જ ઢળી પડી હતી અને તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા, તેથી દેવેન્દ્ર ઘટના સ્થળેથી ભાગી શક્યો નહીં. ત્યારબાદ દેવેન્દ્ર પાવડો ઉપાડીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જઈને કહે છે કે મારી ધરપકડ કરો મેં મારી પત્નીનો પાવડા વડે જીવ લીધો છે.

જમીનની બાબતમાં થયેલા વિવાદોમાં ઉશ્કેરાઈને દેવેન્દ્રએ આ પગલું ભર્યું હતું. પોલીસે દેવેન્દ્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કૃપાદેવીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને કૃપાદેવીના ભાઈ એ પણ ઘણા બધા નિવેદનો આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો