પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી મહિલાએ શાળામાં રજા મૂકીને, ઘરમાં પંખા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો – બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 12:58 pm, Sun, 7 August 22

ગુજરાતમાં જીવ ટૂંકાવાની બાબત સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે દિવસેને દિવસે સતત આવી ઘટનાઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં બનેલી ઘટના સામે આવી છે. અહીં દિવાળીબા પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી અને જાંબુઘોડા તાલુકાના પનીયારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન અગમ્ય કારણોસર શાળામાં પોતાની રજા મૂકી હતી.

તે જ દિવસે પોતાના ઘરે પંખા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવવી લીધું હતું. આ ઘટના બનતા જ સોસાયટી સહિત સમગ્ર શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામ્યા છે. 20 વર્ષ પહેલા શિલ્પાબેનના લગ્ન લુણવાડા તાલુકાના કાકાચરિયા ગામમાં પ્રકાશભાઈ મીઠાભાઈ સોલંકી સાથે થયા હતા.

શિલ્પાબેન હાલ પતિ પ્રકાશભાઈ સાથે બોડેલી ખાતે આવેલ દિવાળીમાં સોસાયટીમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓ વડોદરામાં અભ્યાસ કરે છે. શિલ્પાબેન પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ શિલ્પાબેન આ કારણોસર શાળામાં રજા મૂકી હતી.

શિલ્પાબેન ના પતિ પ્રકાશભાઈ નોકરી પર ચાલ્યા ગયા હતા. સાંજના સમયે જ્યારે તેઓ નોકરી પરથી ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘરમાં રૂમની અંદરથી પોતાની પત્ની શિલ્પાબેનનું મૃતદેહ લટકતી હાલતમાં તેમને જોયું હતું. આ દ્રશ્ય જોઈને તેમને બુમબુમ કરી હતી.

પ્રકાશભાઈ નો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા શિલ્પાબેનના પિયરીયાઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બિયર પક્ષના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યાર બાદ પ્રકાશભાઈ આ ઘટનાની જાણ બોડેલી પોલીસને કરી હતી.

આ સમગ્ર ઘટનાને પિયર પક્ષના લોકોએ દીકરીના પતિ, સાસુ, સસરા, નણદોઈ તેમજ દિયર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિયર પક્ષનું કહેવું છે કે, સાસરી પક્ષ તરફથી વારંવાર દહેજ તેમજ રોકડાની માંગણી કરવી અને વારંવાર તકરાર કરી અસહ્ય માનસિક ત્રાસ આપી શિવ કૃપા માટે મજબૂર કરી દુષ્પ્રેરણા કરતા શિલ્પાબેનને મનમાં લાગી ગયું હતું અને તેમને આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો